મળતી માહિતી મુજબ રમેશભાઇ બાલશીંગભાઈ બડોંડીયા (ઉ.વ.૩૦) રહે. ગજડી ગામ ભીખાભાઈ ડાંગરની વાડીમાં તા. ટંકારા મૂળ રહે મધ્યપ્રદેશવાળો વાડીએ પોતાની જાતે જંતુનાશક દવા પી જતા ૧૦૮ મારફતે સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલમાં લાવતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે ટંકારા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.