મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે રહેતા મોતીભાઈ મેઘજીભાઈ નમેરા (ઉ.વ.૬૫) ગત તા. ૩૦-૦૯-૨૦૨૨ ના રોજ પોતાની વાડીએ મગફળીમાં પાણીના નાકા વાળાતી વખતે કોઈ ઝેરી જનાવર કરડી જતા સારવાર માટે મોરબી સીવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.