મોરબી: ટંકારા તાલુકાના ઓટાળા ગામે ઝેરી વિછી કરડી જતા યુવાનનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ઓટાળા ગામે રમેશભાઈ ઘોડાસરાની વાડીએ રહેતા રાજેશભાઈ નવલસિંહ વાખલા (ઉ.વ.૧૭) ને ગત તા. ૨૯-૦૯-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે વાડીએ ખેતીનુ કામ કરતા હતા ત્યારે ઝેરી વિછી કરડી જતા સારવારમા રાજકોટ સીવીલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં સારવાર દરમ્યાન ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી તપાસ હાથ ધરી છે.