Site icon ચક્રવાતNews

ટંકારાના રોહિશાળા ગામની કોબા નામની સિમમાં જુગાર રમતા છ ઇસમો ઝડપાયા 

ટંકારા: ટંકારા તાલુકાના રોહિશાળા ગામની કોબા નામની સિમમાં ઘોઘમ નામના વોકળાના કાઠે રસીકભાઇ પટેલની વાળીની બાજુમાં બાવળના ઝાડ નીચે તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમોને ટંકારા પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના રોહિશાળા ગામની કોબા નામની સિમમાં ઘોઘમ નામના વોકળાના કાઠે રસીકભાઇ પટેલની વાળીની બાજુમાં બાવળના ઝાડ નીચે તીનપત્તીનો જુગાર રમતા ઈસમો રસીકભાઇ જેઠાભાઇ રૈયાણી રહે. રોહીશાળાગામ તા.ટંકારા, કૃષ્ણસિંહ ઉર્ફે શક્તિસિંહ ભવાનસિંહ ઝાલા રહે. નેકનામગામ, તા. ટંકારા, હસમુખભાઇ કરમશીભાઇ રાજકોટીયા રહે-નેશડા (સુ.)ગામ તા.ટંકારા, કિશનભાઇ મગનભાઇ વાંક રહે.-મિતાણાગામ તા.ટંકારા, શક્તિવનભાઇ છગનભાઇ ભોરણીયા, રહે.-રોહિશાળા તા. ટંકારા, મનજીભાઇ ઓધવજીભાઇ વિરમગામા રહે.-નેશડા (સુ.) તા.ટંકારાવાળાને રોકડ રકમ રૂ. ૧૫,૦૦૦ નાં મુદામાલ સાથે ટંકારા પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version