Site icon ચક્રવાતNews

ટંકારાના સજનપર ગામે વૃદ્ધ મહિલા પર ત્રણ શખ્સોનો હુમલો 

ટંકારા તાલુકાના સજનપર ગામે વૃદ્ધ મહિલાના પુત્રને આરોપી સાથે ઝગડો થયેલ હોય તે બાબતનો ખાર રાખી વૃદ્ધ મહિલા તેની વહુ સાથે મંદિરેથી પરત ફરી રહ્યા હતા ત્યારે આરોપીઓએ ગાળો આપતા ગાળો આપવાની ના પાડતાં ત્રણ શખ્સોએ મહિલાને લાતો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના સજનપર ગામે રહેતા રૂક્ષ્મણીબેન પ્રભુભાઈ બરાસરા (ઉ.વ.૭૧) આરોપી હરજીભાઈ લીંબાભાઈ બરાસરા તથા અશોકભાઈ બચુભાઈ બરાસરા તથા વિવેક અશોકભાઈ બરાસરા રહે. ત્રણે સજનપર ગામ વાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના દિકરા અશોકભાઈ અને ભરતભાઈને અગાઉ ગામમા રહેતા આરોપી હરજીભાઈ સાથે ઝગડો થયેલ હોય જે બાબતનો ખાર રાખી ફરીયાદી તેની વહું સાથે મંદીરેથી ઘરે જતા હતા તે વખતે આરોપી હરજીભાઈ ગાળો બોલતા હોય જેથી ફરીયાદીએ ગાળો નહિ આપવાનુ કહેતા આરોપી ઉશ્કેરાઇ જઈ ફરીયાદીને ધક્કો મારી જમીન પર પછાડી દઈ એક લાત મારી આજતો જાનથી મારી નાખવી છે તેમ કહી ધમકી આપી તેમજ થોડીવાર બાદ આરોપી અશોકભાઈ તથા વિવેક એ ફરીયાદીના ઘર પાસે આવી બધાને ગાળો આપી બધાને જોય લેવા છે તેમ ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version