Site icon ચક્રવાતNews

ટંકારા: મંદિર ચોરીના ગુન્હામાં નાસતો ફરતો ઈસમ મધ્યપ્રદેશથી ઝડપાયો 

ટંકારા પોલીસ સ્ટેશનના મંદિર ચોરીના ગુન્હામાં છેલ્લા ૧૩ વર્ષથી નાસતા ફરતા આરોપીને મધ્યપ્રદેશ રાજયના જાબુઆ જિલ્લા ખાતેથી મોરબી એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી પાડયો છે.

મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને સંયુક્તમાં ખાનગીરાહે બાતમી મળેલ કે, ટંકારા પલીસ સ્ટેશનમાં ચોરીના ગુન્હામાં નાસતો ફરતો આરોપી સીંગલીયા ચંદનસિંહ ઉર્ફે મંગલસિંહ બીલવાલ રહે. અગેરા તા.રાણાપુર જી.જાબુઆ (એમ.પી) વાળો હાલે મધ્યપ્રદેશ ખાતે તેના રહેણાંક મકાને હોવાની બાતમી મળતા તુરંત જ પોલીસ સ્ટાફની ટીમ બનાવી મધ્યપ્રદેશ ખાતે મોકલતા બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતા ચોરીના ગુન્હામા નાસતો ફરતો આરોપીને મધ્યપ્રદેશ રાજ્યના જાબુઆ જીલ્લા ખાતેથી પકડી પાડી હસ્તગત કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે ટંકારા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.

Exit mobile version