Site icon ચક્રવાતNews

પાકિસ્તાનમાં આતંકવાદીઓએ 4 મહિલાઓની ગોળી મારી હત્યા કરી !

પાકિસ્તાનના ઉત્તર વજીરિસ્તાન જિલ્લામાં આતંકવાદીઓ દ્વારા ચાર મહિલાઓની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે સોમવારે આ માહિતી આપી હતી. ઉત્તર વઝીરિસ્તાન પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે કે, અજાણ્યા બંદૂકધારીઓએ મુખ્ય શહેરના મીર અલી ખાતે મહિલાઓને લઈ જતા એક વાહન પર ગોળીબાર કર્યો હતો.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અફઘાનિસ્તાનની સરહદ જિલ્લામાં એક એનજીઓ માટે કામ કરતી મહિલાઓને આતંકવાદીઓ દ્વારા નિશાન બનાવીને હત્યા કરવામાં આવી હતી. મીર અલી વિસ્તારમાં આતંકવાદીઓની શોધ અને તેમની હત્યા કરવાની કામગીરી ચાલુ છે. તેમજ આતંકવાદીઓને ટ્રેક કરવાની કામગીરી પીએન ચાલી રહી છે. સ્થાનિક પોલીસે જણાવ્યું કે કારના ચાલકને ઈજા થઈ હતી અને તેની સારવાર ચાલી રહી છે. હજી સુધી કોઈ જૂથ અથવા વ્યક્તિએ આ હુમલાની જવાબદારી લીધી નથી.

 

Exit mobile version