Site icon ચક્રવાતNews

માર્ગ પરિવહન મંત્રાલયે કોરોનાને ધ્યાનમાં રાખીને ગાડીઓના દસ્તાવેજ અંગે લીધો મહત્વનો નિર્ણય.

સરકારે ગાડીઓ સાથે જોડાયેલ દસ્તાવેજો જેવા કે ડ્રાઇવિંગ લાઇસન્સ, રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ (આરસી) અને પરમિટ વગેરેની માન્યતા 30 જૂન, 2021 સુધી વધારી દીધી છે. આ નિર્ણય કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. રાજ્યોને મોકલવામાં આવેલી ઍડ્વાઇઝરીમાં માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયએ કહ્યું કે જે દસ્તાવેજોની માન્યતા 1 ફેબ્રુઆરી, 2020 ના રોજ અથવા તે પછી સમાપ્ત થવા જઈ રહી છે. તેમની માન્યતા વધારવામાં આવશે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે રાજ્યોને મોકલેલ પરામર્શમાં જણાવ્યું છે કે તે ફીટ્નેસ, પરમિટ્સ, ડ્રાઇવિંગ લાઇસન્સ, અને અન્ય દસ્તાવેજોની માન્યતામાં વધારો કરી રહ્યું છે, જેને લોકડાઉનને કારણે વધારી શકાયું નથી અને જેની માન્યતા 1 ફેબ્રુઆરી, 2020 ના રોજ સમાપ્ત થાય છે અથવા 31 માર્ચ 2020 ના રોજ સમાપ્ત થશે. ઘણા લોકો કોરોનાને કારણે લોકડાઉન થવાને કારણે તેમના દસ્તાવેજોને રીન્યુ કરાવવામાં અસમર્થ હતા. મંત્રાલયે કહ્યું કે 1 ફેબ્રુઆરી, 2020 થી સમાપ્ત થતા દસ્તાવેજો 30 જૂન, 2021 સુધી માન્ય માનવામાં આવશે. તપાસને ધ્યાનમાં રાખીને એન્ફોર્સમેન્ટ પગલાં લેશે, જેથી લોકોને અગવડતાનો સામનો કરવો ન પડે રાજ્યોને તેનું સંપૂર્ણ પાલન કરવાનું કહેવામાં આવ્યું છે.

Exit mobile version