Site icon ચક્રવાતNews

મોરબીના મયુર બ્રીજ પર સવાર થી ટ્રાફિક જામ: વાહન ચાલકો ને ખૂબ હાલાકી

મોરબી મધ્યેથી પસાર થતા અને મોરબી-૧ અને મોરબી-૨ ને જોડતા મયુર બ્રીજ પર આજે સવારથી ભારે ટ્રાફિક જામ ની સમસ્યા

મોરબીના મચ્છુ -૨ ડેમ નાં બે દરવાજા આજે સવારે ૧૧ વાગ્યે ખોલવામાં આવ્યા છે જેનું પાણી બેઠા પુલ પરથી પસાર થઈ રહ્યું છે જેથી આજે વહેલી સવારથી બેઠો પુલ બંધ કરી દેવામાં આવ્યો છે જેના કારણે મયુર બ્રીજ પર ભારે ટ્રાફિક ની સમસ્યા જોવા મળી રહી છે તો વાહન ચાલકો ને ટ્રાફિક ની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ હજુ આગામી ૧૬ તારીખ સુધી આ બેઠો પુલ ચાલુ થઈ શકશે નહિ જેથી આગામી ૩-૪ દિવસ હજુ આજ પ્રકારે ટ્રાફિક નો સામનો વાહન ચાલકો ને સહન કરવો પડશે

Exit mobile version