Site icon ચક્રવાતNews

બદલીનો ઘાણવો:૬૯ GAS અને ૫૩ નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓની બઢતી સાથે બદલી

મોરબી જિલ્લામાં ફરજ બજાવતા ચાર અધિકારીઓની બદલી કરી ત્રણ નવા અધિકારીની નિમણુંક કરવામાં આવી

મોરબીનાં પ્રાંત અધિકારી ડી.એ.ઝાલાને ડેપ્યુટી કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી તરીકે આણંદ મુકાયા તેમની જગ્યાએ જામનગરથી સુશીલ પરમાર ને નિમણુંક અપાઈ.

કુલદીપસિંહ વાળાને રાજુલાથી મોરબી ડિસ્ટ્રીકટ ઇલેક્શન ઓફિસર તરીકે નિમણૂક અપાઈ તેમજ મોરબી કલેકટર ઓફીસ મામલતદાર એફ.જે.માકડાને દાહોદ ડેપ્યુટી કલેકટર તરીકે નિમણુંક અપાઈ.

મોરબી નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈલા.જી.ગોહિલની પણ રાજકોટ નાયબ જિલ્લા વિકાસ અધિકારી તેમજ ટંકારા તાલુકા વિકાસ અધિકારી હર્ષવર્ધનકુમાર જાડેજાને નાયબ જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયત જામનગર અને બારડોલીથી નિશાંત દિલીપભાઇ કુગસીયા ને મોરબી જિલ્લા પંચાયતમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણુંક આપવામાં આવી છે

Exit mobile version