Site icon ચક્રવાતNews

વડાવિયા પરિવાર દ્વારા પુત્રીના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી

મૂળ મોરબી તાલુકાના ખાખરાળા ગામના વતની અને હાલ મોરબી રહેતા હર્ષદભાઈ ગોરધનભાઈ વડાવિયાની પુત્રી આર્યાના જન્મદિવસની પ્રેરણાદાયક અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. આર્યાના જન્મદિવસ નિમિત્તે પિતા હર્ષદભાઈ અને માતા યોગીતાબેને કિડીયારૂ પુરીને જન્મદિવસની ઉજવણી કરી હતી.

વડાવિયા પરિવાર દ્વારા અબોલ જીવોનો ભંડારો ૫૧ નાળીયેરમા કીડીયારું ભરીને અલગ અલગ જગ્યાએ જંગલમાં બાવળ અને બોરડીના ઝુંડમાં મુક્યા જેથી ૫૧૦૦૦ જેટલા નાના જીવોને ખોરાક મળતો રહે. કિડીયારુ પુરી સેવાનું કામ કર્યું હતું તેમજ લોકોને જન્મદિવસ તથા ઘરનાં પ્રસંગમાં આ પહેલ કરવા અપીલ કરી છે.

Exit mobile version