Site icon ચક્રવાતNews

વાંકાનેરના મક્તાનપરા ગામેથી ઈંગ્લીશ દારૂની 24 બોટલો સાથે એક ઝડપાયો

વાંકાનેર: વાંકાનેર તાલુકાના મક્તાનપર ગામની સીમમાં એક્ટીવામાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૨૪ કીં.રૂ.૭,૨૦૦/- ની હેરાફેરી કરતા ઇસમને એક્ટીવા સહીત કુલ કી.રૂ.૪૭,૨૦૦/- ના મુદ્દામાલ સાથે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ઝડપી પાડયો છે.

વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમને મળેલ સંયુક્ત બાતમીના આધારે વાંકાનેર તાલુકાના મક્તાનપર ગામની સીમ, ફીડર પાસેના કાચા રસ્તા પર થી હોન્ડા એક્ટીવા ૬જી રજીસ્ટર નં.GJ-36-AE-6685 વાળામાં ઇંગ્લીશ દારૂની બોટલો નંગ- ૨૪ કી.રૂ.૭,૨૦૦/- ની હેરાફેરી કરતા ઇસમ ધનજીભાઈ નરશીભાઈ વીઠલાપરા રહે. હાલ થાનગઢ મૂળ ગામ સીંધાવદર તા. વાકાનેરવાળાને પકડી પાડી એક્ટીવા સહીત કુલ કી.રૂ.૪૭,૨૦૦/- નો મુદ્દામાલ મળી આવતા આરોપી સામે પ્રોહી. એક્ટ મુજબનો ગુન્હો રજી. કરાવી આગળની તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

Exit mobile version