Site icon ચક્રવાતNews

વાંકાનેરના રાતાવીરડા ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા 

વાંકાનેર: વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામે રહેણાંક મકાનમાં તીનપતીનો જુગાર રમતા પાંચ ઇસમોને રોકડ રૂ.-૧૬,૦૫૦/- ના મુદ્દામાલ સાથે વાંકાનેર તાલુકા પોલીસની સર્વેલન્સ ટીમે ઝડપી પાડયા છે.

વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમને સંયુક્ત રાહે મળેલ બાતમીના આધારે વાંકાનેર તાલુકાના રાતાવરીડા ગામે આરોપી હનાભાઇ દેવરાજભાઇ ઉકેડીયાના રહેણાંક મકાનમાં જુગાર રમતા પાંચ ઇસમો હનાભાઇ દેવરાજભાઈ ઉકેડીયા રહે. રાતાવીરડા તા.વાંકાનેર, ચંદુભાઇ સોમાભાઇ ઉકેડીયા રહે. રાતાવીરડા તા.વાંકાનેર, મહેશભાઇ જીણાભાઈ મેરજીયા રહે. રાતાવીરડા તા.વાંકાનેર, બળદેવભાઇ હેમુભાઇ ઉકેડીયા રહે.રાતાવીરડા તા.વાંકાનેર, દેવાભાઇ રામસંગભાઇ રીબડીયા રહે. રાતાવીરડા તા.વાંકાનેરવાળાને રોકડ રકમ રૂ.૧૬,૦૫૦/- ના મુદામાલ સાથે પાંચ ઇસમોને પકડી પાડી જુગારધારા કલમ ૪,૫ મુજબનો ગુન્હો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

Exit mobile version