મોરબીના વીસીપરામા યુવક પર ચાર શખ્સોનો છરી વડે હુમલો
Morbi chakravatnews
મોરબીના વીસીપરા કુલીનગર -2 મા કોઈ કારણસર યુવકને ચાર શખ્સોએ માર મારી છરી વડે ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં આવેલ વીસીપરા વિસ્તારમાં કુલીનગર-2 માં રહેતા અને પ્રાઈવેટ નોકરી કરતા મહમદ અમીનભાઈ ગુલમહમદભાઈ કટીયા (ઉ.વ.૩૮) એ આરોપી મીરમહમદ ઉર્ફે ડાડાભાઇ કટીયા, નસીમબેન મીરમહમદ ઉર્ફે ડાડાભાઇ કટીયા, યુનુસ મીરમહમદ ઉર્ફે ડાડાભાઇ કટીયા, સાહીદ મીરમહમદ ઉર્ફે ડાડાભાઇ કટીયા વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓએ ફરીયાદીને માથાના ભાગે તેમજ ડાબા પડખાના ભાગે છરી વડે ઇજા કરી તેમજ ઢીકાપાટુનો મુંઢમાર મારી બધાએ ભેગા મળી ફરીયાદીને જેમફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી કે હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.