મોરબી જીલ્લામાં વીજચોરીને રોકવા માટે પીજીવીસીએલ ટીમ દ્વારા સઘન ચેકિંગ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે જેમાં વિવિધ સ્થળોએ ૨૦૦૩ વીજ કનેક્શન ચેક કરવામાં આવતા ૧૦૬.૯૬ લાખની વીજચોરી પ્રકાશમાં આવી છે.
ચાલુ માસે તા. ૦૫ જુનથી તા. ૦૯ જુન સુધીમાં મોરબી, જામનગર, અંજાર, ભુજની કુલ ૩૦ ટીમો દ્વારા મોરબી જીલ્લાના હળવદ, વાંકાનેર, માળિયા, મોરબી અને ટંકારા તાલુકાના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં કુલ ૨૦૦૩ વીજ કનેક્શન ચકાસવામાં આવ્યા હતા જેમાં ૨૫૪ કનેક્શનમાં વીજચોરી ઝડપાઈ હતી જેથી કુલ ૧૦૬.૯૬ લાખની વીજચોરી અંગેના બીલો આપવામાં આવ્યા હતા તેમજ ચેકિંગ કામગીરી હજુ ચાલુ રહેશે તેમ પણ વીજતંત્રની યાદીમાં જણાવ્યું છે.