Site icon ચક્રવાતNews

વાઈરલ થયેલી પોસ્ટમાં વિરાટ-અનુષ્કાની પુત્રી નથી, કોહલીના ભાઈએ સ્પષ્ટતા આપી

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના માતા-પિતા બનવાના સમાચાર પછી લોકો તેમના બાળકનો ફોટો જોવા માટે ખૂબ ઉત્સાહિત હતા. વિરાટના ભાઈ વિકાસ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેણે બાળકના પગનો ફોટો શેર કર્યો હતો અને વિરાટ અને અનુષ્કાને અભિનંદન આપ્યા હતા. આ તસવીર અત્યાર સુધી વિરાટ અને અનુષ્કાના બાળકની તસવીર માનવામાં આવી રહી હતી. હવે વિકાસ કોહલીએ આ અંગે સ્પષ્ટતા આપી છે. આ તસવીરનો ખુલાસો કરતાં વિકાસ કોહલીએ કહ્યું કે આ અનુષ્કા-વિરાટનાં બાળકની તસવીર નથી. તેણે લખ્યું – અનુષ્કા અને વિરાટને અભિનંદન આપવા માટે મેં ગઈકાલે પોસ્ટ કરેલી તસ્વીર માત્ર એક પ્રતીક માટે હતી. તે તેના બાળકનો વાસ્તવિક ફોટો નહોતો. વિકાસ કોહલીની તે પોસ્ટમાં, તેણે કેપ્શનમાં બાળકના પગની તસવીર સાથે લખ્યું હતું – ‘પરી આવી, ઘરે ખુશીઓ લાવી’. વિકાસ કોહલીની આ પોસ્ટ જોઈને તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી. હવે જ્યારે તેમણે સ્પષ્ટ કહ્યું છે કે આ માત્ર એક પ્રતીકાત્મક ફોટો હતો, ત્યારે અનુષ્કા-વિરાટના બાળકનો ફોટો જોવાની ઉત્તેજના ફરી લોકોમાં છે. તમને જણાવી દઈએ કે અનુષ્કા શર્માએ 11 જાન્યુઆરીએ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં પુત્રીને જન્મ આપ્યો હતો. આના થોડા સમય બાદ વિરાટ કોહલીએ ટ્વિટ કરીને ચાહકો સાથે આ સારા સમાચાર શેર કર્યા હતા. વિરટે પિતા બન્યાની ખુશી વ્યક્ત કરી હતી અને તેમના ઘરે દીકરીનો જન્મ થયો છે ટે અંગેની માહિતી આપી હતી સાથે જ અનુષ્કા અને નાની ઢીંગલીની તબિયત સારી હોવાના સમાચાર આપ્યા હતા. પોતાની ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે અમને આ જીવનના આ નવા અધ્યાયનો અનુભવ થયો. એવું માનવામાં આવે છે કે બાબા અનંત મહારાજ બંનેના બાળકનું નામ નક્કી કરી શકે છે. આ પહેલા પણ બાબા અનંતે તેમના બંનેના જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે અને આ દંપતી ઘણા મહત્વપૂર્ણ નિર્ણયોમાં તેમની સલાહ લઈ રહ્યું છે.

Exit mobile version