Site icon ચક્રવાતNews

શ્રી હરિહર ગૌશાળા-વાંકાનેર ખાતે બ્રહ્મ મિત્ર મંડળ દ્વારા યુવરાજશ્રી કેસરીદેવસિંહ ઝાલાના વરદ હસ્તે વૃક્ષારોપણ કરાયું….

શ્રી કૈલાસ આશ્રમ ગૌસેવ ચેરીટેબલ ટ્રસ્ટ વાંકાનેરના ઉપક્રમે શ્રી હરિહર ગૌશાળા ખાતે બ્રહ્મ મિત્ર મંડળ વાંકાનેર દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાંકાનેર યુવરાજ શ્રી કેસરીદેવસિંહ ઝાલાના વરદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ યુવરાજ શ્રી કેશરીદેવસિંહજીની આશ્રમ તથા ગૌશાળાની શુભેચ્છા મુલાકાત દરમ્યાન ગૌશાળાની ગાયો અને વાછરડાઓને લીલું ઘાસ નાખી પુન્યનું ભાથું બાંધ્યું હતું…

આ કાર્યક્રમનું સંચાલન અને માર્ગદર્શન કૈલાશ આશ્રમ સંચાલિત શ્રી હરિહર ગૌશાળાના અધ્યક્ષ શાસ્ત્રી શ્રી પ્રભુ લાલજી મહારાજ આપ્યું હતું. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ યુવરાજ કેસરીદેવસિંહજી ઝાલા, જોધપર હનુમાનજી જગ્યાના મહંતશ્રી જયમનદાસ બાપુ, સમસ્ત બ્રહ્મસમાજ મોરબી યુવા જીલ્લા ઉપપ્રમુખ અમિતભાઈ ભટ્ટ, વાંકાનેર બ્રહ્મ સમાજ અગ્રણી ભરતભાઈ ઓઝા, રાજુભાઈ રાવલ, પ્રમોદભાઈ અત્રી તથા બ્રહ્મ મિત્ર મંડળ વાંકાનેરના તમામ સભ્યો હાજર રહ્યા હતા…

Exit mobile version