Site icon ચક્રવાતNews

વાંકાનેરના અલગ અલગ વિસ્તારોમાંથી બાઈક ચોરી કરતા શખ્સને પોલીસે ઝડપી પાડયો 

વાંકનેર તાલુકા વિસ્તારના અલગ અલગ વિસ્તારોમાંથી ચોરી કરેલ મોટર સાયકલો સાથે એક ઇસમને પકડી પાડી વાંકાનેર તાલુક પોલીસ સ્ટેશનના બે અનડીટેકટ વાહનચોરીના ગુન્હા ડિટેકટ કરી આરોપીને મોરબી તાલુકા પોલીસે દબોચી લીધો છે.

મોરબી તાલુકા પોલીસ સર્વેલન્સ સ્ટાફ મોરબી વાંકાનેર હાઇવે શ્યામ હોટલ સામે વાહન ચેકીંગની કામગીરીમાં હોય તે દરમ્યાન એક ઇસમ મો.સા. રજીસ્ટર નંબર GJ-11-56 -6253 વાળુ લઇ નીકળતા જે મોટર સાયકલ ચાલકને વાહનના આર.ટી.ઓ ને લગત કાગળો તથા આર.સી બુક બાબતે પુછતા પોતાની પાસે નહીં હોવાનું જણાવતા પોલીસ દ્વારા બાઈક નંબર સર્ચ કરતા આમો.સા. રૂષીકેશ પ્રવિણભાઇ માઢક રહે- બડોદર તા.કેશદ જી.જુનાગઢ નાઓની માલીકીનુ હોવાનુ જાણવા મળેલ જેથી ઇસમની સઘન પુછપરછ કરતા પોતે મોટર સાયકલ ચોરી કરી મેળવેલ હોય તેમજ આ મોટર સાયકલ સિવાય અન્ય બીજા ૦૨ મોટર સાયકલો પણ ચોરી કરેલાની કબુલાત આપતા તે બધા કુલ-૦૨ મોટર સાયકલો કબ્જે કરવામાં આવેલ છે. જે મો.સા.ની ખરાઇ કરતા વાંકનેર તાલુકા પોલીસ સ્ટેશનનામાં ગુન્હા ગુન્હો રજીસ્ટર થયેલ હોય જે ગુન્હોઓ ડીટેકટ કરી ચોરીમાં ગયેલ મોટર સાયકલ સાથે એક ઇસમ હસમુખભાઈ ગેલાભાઇ છાસીયા (ઉ.વ.ર૨) રહે-સોકા સિરામીક ની મજુરોની ઓરડીમાં જુના રફાળેશ્વર રોડ તા.જી.મોરબી મુળ ગામ-સુરઈ તા-ચોટીલા જી. સુરેન્દ્રનગરવાળાને પકડી પાડેલ હોય અને આગળની કાર્યવાહી કરવા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરવા તજવીજ કરેલ છે.

Exit mobile version