Site icon ચક્રવાતNews

વાંકાનેરના ગાયત્રી મંદિર નજીક જુના ઝઘડાનો ખાર રાખી ચાર પિતા-પુત્રોએ મળી યુવાનને ધોકાવી નાખ્યો! 

વાંકાનેર શહેરના ગાયત્રી મંદિર નજીક રહેણાંક મકાનમાં યુવાન તથા તેમના પરિવાર પર જુના ઝઘડાનો ખાર રાખી ચાર શખ્સોએ મળી લોખંડના પાઇપ, ધોકા તથા છરી વડે હુમલો કરી માર મારી ઇજાગ્રસ્ત કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ મામલે વાંકાનેર સીટી પોલીસમાં ચાર ઇસમો સામે ફરિયાદ નોંધાઈ છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર ગાયત્રી મંદિર નજીક રહેતા ફરિયાદી પીન્ટુભાઈ જીણાભાઈ મળદરીયાએ વાંકાનેર સીટી પોલીસમાં આરોપી ૧). શૈલેષભાઈ ગંગારામભાઈ ચારોલીયા, ૨). ગંગારામભાઈ નાજાભાઇ ચારોલીયા, ૩). સંજયભાઈ ગંગારામભાઈ ચારોલીયા અને ૪). હકુભાઇ ગંગારામભાઈ ચારોલીયા સામે ફરિયાદ નોંધાવી છે કે, આરોપીઓને સાથે ફરિયાદી અગાઉ ઝઘડો થયો હોય, જેનું મનદુઃખ રાખી ફરિયાદીનો દિકરો વિક્રમ મંદિરે દિવાબતી કરવા જતાં તેને ‘ સામે કેમ જુએ છે ? ‘ કહી લાફો મારી લેતાં આ બાબતે ફરિયાદી આરોપીઓને સમજાવતા ચારેય આરોપીઓએ ફરિયાદી તથા તેમના પરિવાર પર હુમલો કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ મામલે પોલીસે ચારેય ઇસમો સામે બીએનએસ કલમ ૧૧૫(૨), ૧૧૮(૧), ૩૫૨, ૩૫૧(૩), ૫૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version