Site icon ચક્રવાતNews

વાંકાનેર : પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોઠી ખાતે કેન્સર સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો 

જિલ્લા વિકાસ અધિકારી મોરબી તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મોરબીનાં સીધા માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ કચેરી વાંકાનેર તથા GCRI અમદાવાદ અને સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોઠી ખાતે વિવિધ પ્રકારના કેન્સરનાં નિદાન અંગેનો સ્ક્રીનીંગ કેમ્પ રાખવામાં આવેલ.

ઉપરોક્ત સ્ક્રીનીંગ કેમ્પને જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન સરોજબેન વાઘજીભાઈ અને જીલ્લા પંચાયતના સદસ્ય નવઘણભાઈ મેઘાણી તેમજ અશ્વિનભાઈ મેઘાણી દ્વારા દિપ પ્રાગટ્ય કરીને આ કેમ્પને ખુલ્લો મુકવામાં આવેલ અને પ્રસંગને અનુરૂપ પોતાના હકારાત્મક વિચારો રજુ કરેલ અને લોકોને બહોળી માત્રામાં આ કેમ્પનો લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો.

આ કેમ્પમાં GCRI અમદાવાદ અને સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટનાં નિષ્ણાંત કેન્સર રોગનાં ડોક્ટર દ્વારા કુલ ૧૪૨ દર્દીઓનું સ્ક્રીનીંગ કરવામાં આવેલ, જેમાં ઓરલ કેન્સર અંગેનું કુલ ૪૨ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવેલ તથા બ્રેસ્ટ કેન્સર અંગેનું કુલ ૪૦ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવેલ, અને સર્વાઈકલ કેન્સર નાં કુલ ૧૯ લોકોનું અને અન્ય ૪૧ લોકો નું સ્ક્રીનીંગ કરવામાં આવેલ. આ સ્ક્રીનીંગમાંથી વધુ સારવાર માટે નાં ૯ દર્દીઓને રીફર કરવામાં આવેલ તથા સર્વાઈકલ કેન્સર અંગેના સેમ્પલ પણ કલેક્શન કરવામાં આવેલ. આ કેમ્પમાં આરોગ્ય શાખા નાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સંજય શાહ, જિલ્લા IEC અધિકારી સંઘાણીભાઈ, NCD DPC ડો.ગૌરવભાઈ બારોટ, તાલુકા હેલ્થ ઓફિસર વાંકાનેર ડો.શેરશીયા,મેડીકલ ઓફિસર ડો.સાહિસ્તા કડીવાર, વાંકાનેર તાલુકા સુપરવાઈઝર માથકીયાભાઈ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોઠીના આરોગ્ય કર્મચારીઓએ જહેમત ઉઠાવેલ અને આ કાર્યક્રમને સફળ બનાવેલ.

Exit mobile version