વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ખોવાયેલા સાત મોબાઇલ ફોનને પોલીસ દ્વારા CEIR એપ્લિકેશનની મદદથી શોધી કાઢી તમામ ફોનને તેના મુળ માલીકને પરત કરી વાંકાનેર તાલુકા પોલીસ ટીમે ‘ પોલીસ પ્રજાનો મિત્ર ‘ સુત્રને સાર્થક કરી બતાવ્યું છે.
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા CEIR એપ્લીકેશનનો ઉપયોગ કરી આમ જનતાના ખોવાયેલ મોબાઇલની જરૂરી વિગત મેળવી એપ્લીકેશનમાં અપડેટ કરી અને આ એપ્લીકેશનનું રોજે રોજે અપડેટ મેળવી વાંકાનેર તાલુકા પોલીસ વિસ્તારમાંથી લોકોના ખોવાયેલ કુલ રૂ. ૧,૭૬,૬૪૯ ની કિંમતના સાત મોબાઇલ શોધી કાઢી અરજદારોને પરત સોંપી ‘ તેરા તુજકો અર્પણ ‘ તથા ‘ પોલીસ પ્રજાનો મિત્ર ‘ સુત્રને સાર્થક કર્યું છે.