Site icon ચક્રવાતNews

વાંકાનેરમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે ઈસમો ઝડપાયા

વાંકાનેર: વાંકાનેરમાં એક્સીસબેન્ક સામેના પટ્ટામાં જાહેરમાં આઇપીએલની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા બે ઈસમોને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ વાંકાનેરમાં એક્સીસબેન્ક સામેના પટ્ટામાં જાહેરમાં આઇપીએલની લખનઉ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચેની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો બે ઈસમો ઈકબાલભાઈ અશરફભાઇ ચૌહાણ (ઉ.વ.૨૫) રહે. વાંકાનેર સિપાઈ શેરી તથા જુબેરભાઈ અબ્દુલકરીમભાઈ બોરડીવાલા (ઉ.વ.૩૩) રહે. મુમનાશેરી વાંકાનેરવાળાને રોકડ રકમ રૂ. ૮૮૭૦ તથા મોબાઇલ ફોન નંગ -૦૧ કિં રૂ. ૫૦૦૦ મળી કુલ -રૂ. ૧૩૮૭૦ ના મુદ્દામાલ સાથે વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version