Site icon ચક્રવાતNews

વાંકાનેરના વીરપર ગામે પિતા પુત્રને ચાર શખ્સોએ ધોકા વડે માર માર્યો

વાંકાનેર: વાંકાનેર તાલુકાના વીરપર ગામે પ્રૌઢ અને આરોપીઓને પ્લોટમાં બાંધકામ કરવા બાબતે બોલાચાલી થતા પિતા પુત્ર સહિત સાહેદ મહિલાને ચાર શખ્સોએ ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાથી ભોગ બનનાર પ્રૌઢે આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના વીરપર ગામે રહેતા દેવશીભાઇ શામજીભાઇ કુકવાવા (ઉ.વ.૫૫) એ આરોપી બેચરભાઈ અજુભાઈ દેકાવાડીયા, ઘનશ્યામભાઈ અજુભાઈ દેકાવાડીયા, મહીપત ચતુરભાઈ દેકાવાડીયા તથા રણજીત ચતુરભાઈ દેકાવાડીયા રહે. બધા વીરપર તા. વાંકાનેરવાળા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૬-૦૫-૨૦૨૪ ના સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં ફરીયાદીના કબ્જા ભોગવટા વાળા પ્લોટમાં આરોપી બેચરભાઇએ બાંધકામ કરતા ફરીયાદીએ ના પાડતા બે દિવસ પહેલા આરોપીઓએ ફરીયાદી સાથે બોલાચાલી કરેલ જેનુ મનદુઃખ રાખી આરોપીઓ ભેગા મળી ફરીયાદીના દીકરા ઇજા પામનાર રવી દેવશીભાઇને માથામાં જમણા કાન પાસે લાકડાના ધોકા વતી ગંભીર ઇજા પહોંચાડેલ તેમજ ફરીયાદી તથા સાહદો ત્યાં જતા આરોપીઓ ભેગા મળી ફરીયાદીને ઢીકા પાટુનો મારી ભુંડાબોલી ગાળો આપી આરોપી બેચરભાઇ તથા ઘનશ્યામભાઇએ ફરીયાદીને ધોકાવતી માથામાં ગંભીર ઇજા પહોંચાડેલ તેમજ ડાબા હાથની કોણી પાસે તથા ડાબા ખભામાં તથા જમણા કાન પાસે ઇજા પહોંચાડેલ તેમજ સાહેદ નિતાબેનને ડાબા હાથની કોણી પાસે લાકડાનો ધોકો લાગી જતા ઇજા થયેલ અને હવે પછી પ્લોટ બાબતે વાતચીત કરશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આ બનાવ અંગે ભોગ બનનાર દેવશીભાઇએ આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૩,૩૨૪, ૫૦૪, ૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એકટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version