Site icon ચક્રવાતNews

માળિયા(મી) : ભાવપરથી બગસરા સુધીના બિસ્માર રોડનું રીપેરીંગ કરવા માંગ

માળિયા (મી): માળિયા તાલુકાના ભાવપરથી બગસરા ગામે આવવા માટેના રોડનું રીપેરીંગ તથા પેચવર્ક કરવા બાબતે બગસરા ગ્રામ પંચાયત દ્વારા મોરબીના માર્ગ અને મકાન વિભાગને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

બગસરા ગ્રામ પંચાયતે રજુઆતમાં જણાવાયું છે કે, માળિયા (મી.) તાલુકાના ગામ ભાવપરથી બગસરા ગામે આવવાનો મુખ્ય રસ્તો 19/07/2017 ના રોજ આ ભાવપર-બગસરા ગામનો રોડ નવો બનેલ હતો પરંતુ હાલે આ રોડ એકદમ બીસ્માર હાલતમાં છે. રોડ પર મસમોટા ખાડાઓ પડી ગયેલ કેમ કે આ રસ્તો બનાવેલ ત્યારે હલકી કક્ષાનું મટીરીયલ વાપરેલ છે અને આ રોડનો ગેરંટી પીરીયડ 19/07/2022 ના રોજ પુર્ણ થતો હોવાથી હાલ આ રોડની મુલાકાત લેવા અને કોન્ટ્રાકટરને આ રોડના રીપેરીંગ તથા પેચ વર્કની કામગીરી તાત્કાલીકના ધોરણે કરવા હુકમ કરવા ગ્રામ પંચાયતની માંગ અને રજુઆત છે.

Exit mobile version