પરીક્ષાઓ પૂર્ણ થઈ ગયેલ વિદ્યાર્થીઓને પોતાના પુસ્તકો ટંકારા પુસ્તક પરબને દાન કરવા અપીલ કરાઈ
Morbi chakravatnews
ટંકારા: પુસ્તક પરબ ટંકારા દ્વારા ધોરણ 6 થી 12 અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જેઓની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે, તેઓને પોતાના પુસ્તકો ટંકારા પુસ્તક પરબને દાન આપવા અપીલ કરી છે. તમારા બીન ઉપયોગી પુસ્તકો જરૂરીયાત મંદ માટે ખૂબ ઉપયોગી બની રહે છે.
પુસ્તક પરબ ટંકારા દ્વારા એક અનોખા સેવા યજ્ઞનું આયોજન કરેલ છે. જેમાં આપના સંતાનોના, ભાઈઓના, બહેનોના પુસ્તકો કે જે હવે પરીક્ષા પછી બીન ઉપયોગી છે, કે પસ્તીમાં જવાના છે, તેવા પુસ્તકોનું દાન આપી અને એક સુંદર સેવા કાર્યમાં આપનું અનુદાન આપવા અપીલ કરી છે. જેમાં ધોરણ 6 થી 12 અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જેઓની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે, તેઓ પોતાના પુસ્તકો પુસ્તક પરબને દાન આપે જેથી આવતા સત્રમાં જરૂરિયાતમંદ બાળકો તેનો ફરીથી સરસ ઉપયોગ કરી શકે.
તમારા બીન ઉપયોગી પુસ્તકો જરૂરીયાત મંદ માટે ખૂબ ઉપયોગી બને તેવા હેતુ સાથે આપ સર્વને પુસ્તકોનુ દાન આપવા અપીલ કરી છે.