સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં આજે ખેલૈયાઓ માટે મેગા ફીનાલે રાઉન્ડ યોજાશે
Morbi chakravatnews
યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત સંકલ્પ નવરાત્રીમા આજે દશેરાએ મેગા ફીનાલે યોજાશે : આજે પણ મહિલાઓ માટે ફ્રી એન્ટ્રી
મોરબી : મોરબીમાં સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં દરરોજ મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબે ઘૂમે છે. નવરાત્રીના નવે નવ દિવસ રાસ ગરબાની રમઝટ બોલી હતી. આજે દશેરાના દિવસે નવ દિવસના વિજેતા ખેલૈયાઓ વચ્ચે મેગા ફાઇનલ યોજાશે. આજે પણ મહિલાઓ માટે એન્ટ્રી ફ્રી રાખવામાં આવી છે. લોકોને પણ આજે દશેરાએ રાસ ગરબાનો લાભ લેવા લોકોને અપીલ કરવામાં આવી છે.
મોરબીના જાણીતા યંગ ઇન્ડીયા ગ્રુપ દ્વારા તમામ સમાજના લોકો એક સાથે પારિવારિક માહોલમાં નવરાત્રી ઉજવી શકે તે માટે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું ઘુનડા રોડ પર આવેલ વૈદેહી પાર્ટી પ્લોટમાં આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હજારોની સંખ્યામાં લોકો પરિવાર સાથે નવરાત્રી અને ગરબાનો આનંદ માણી રહ્યા છે. આજે દશેરાએ પણ સંકલ્પ નવરાત્રી મહોત્સવ ચાલુ રાખવામાં આવ્યો છે. આ અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, આજે દશેરાએ મેગા ફીનાલે યોજવાનો હોવાથી રાસ ગરબા ચાલુ રહેશે. આજે પણ તમામ જ્ઞાતિની મહિલાઓ માટે એન્ટ્રી ફ્રી રાખવામાં આવી છે અને આજે છેલ્લા દિવસે રાસ ગરબા રમવાનો પરિવાર સાથે લાભ લેવા લોકોને અપીલ કરી છે.