ટંકારાના ધ્રુવનગર ગામે પ્રૌઢે ઝેરી દવા પી આપઘાત કર્યો
Morbi chakravatnews
મોરબી: ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામની સીમમાં પ્રૌઢે ઝેરી દવા પી આપઘાત કર્યો હોવાનું ટંકારા પોલીસ મથકેથી જાણવા મળ્યું હતું.
મળતી માહિતી મુજબ મુળ જુનાગઢના વતની અને હાલ મોરબીના રવાપર રોડ લવ હિલ એપાર્ટમેન્ટમાં બ્લોક નં -૫૦૩મા રહેતા હરીભાઇ ભીમજીભાઈ બેરા (ઉ.વ.૫૬) એ ગત તા.૨૯-૦૯-૨૦૨૨ ના રોજ ટંકારાના ધ્રુવનગર ગામની સીમમાં કોઈ કારણસર ઝેરી દવા પી જતા સારવાર અર્થે ટંકારા સીવીલ હોસ્પિટલમાં લાવતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યો હતા. આ બનાવમાં અંગે ટંકારા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.