Site icon ચક્રવાતNews

મોરબીનાં મુનનગર વિસ્તારમાં ખુલ્લી ભુગર્ભ ગટરો અકસ્માતને આમંત્રણ આપી રહી છે

મોરબીમાં ભૂગર્ભ નાં ઢાંકણા ની ક્વોલિટી પર ઉઠી રહ્યા છે વારંવાર સવાલો

મોરબી: મોરબી પાલિકા દ્વારા એકદમ નબળી ગુણવત્તા વાળા ભુગર્ભ ગટરના ઢાંકણા નાખવામાં આવતા હોય શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં ઢાંકણા તૂટી જવાની ફરિયાદો વારંવાર ઉઠવા પામી છે ત્યારે સતત વાહનોની અવરજવર વાળા મોરબીના મુન નગર વિસ્તારમાં વારે ઘડીએ ભૂગર્ભ ગટરના ઢાંકણા તૂટી જવાની ઘટનાઓ સામે આવે છે અને આ ઢાંકણાઓ તૂટી જતા ખુલ્લી ભૂગર્ભ ગટરોમાં અનેક વાહન ચાલકો ખાબકતા અકસ્માતો સર્જાય છે અને લોકોના હાથ પગ તૂટી જવા સુધીનાં બનાવો બનવા પામ્યા છે ત્યારે આ વિસ્તારમાંથી લોકોની માગણી ઉઠી છે કે અહીંથી મુનનગર ચોક થી આગળ અને આજુબાજુ રહેણાંક સોસાયટીઓ આવેલી હોય લોકો ની આવ જાવ માટે આ મુનનગર વિસ્તાર મુખ્ય રસ્તો હોય આ રસ્તા પર વારંવાર ભુગર્ભ ગટરના ઢાંકણા તૂટી જતા હોય આ સમસ્યાને ધ્યાનમાં રાખી કોઈ મોટી જાનહાનિ થાય તે પહેલાં મોરબી પાલિકા દ્વારા મજબૂત અને સારી ગુણવત્તાવાળા ભૂગર્ભના ઢાંકણાઓ નાખવામા આવે અને આ મુખ્ય રસ્તા પર રાત્રે લાઈટો પણ ન હોય તો લાઈટો પણ નવી નાખવામાં આવે તેવી લોકો માંગણી ઉઠી છે

Exit mobile version