ઉમિયા નવરાત્રી મહોત્સવ ગ્રુપ દ્વારા પટેલ સમાજ વાડી માટે રૂ ૧,૧૧,૧૧૧ રકમ આપવાની જાહેરાત

પાટીદાર સમાજની સંસ્થાઓ ની વાત જ ન્યારી હોય છે હર હંમેશ સમાજને કોઈ ને કોઈ રૂપે મદદરૂપ થતી જ હોય છે ત્યારે મોરબીમાં નવરાત્રીનું આયોજન કરનાર ઉમિયા નવરાત્રી મહોત્સવ ગ્રુપ દ્વારા આવકારદાયક જાહેરાત કરવામાં આવી છે જેમાં મોરબી જીલ્લામાં પટેલ સમાજની વાડી બને તેમાં ૧.૧૧ લાખની રકમ આપવામાં આવશે

ઉમિયા નવરાત્રી મહોત્સવ ગ્રુપની યાદીમાં જણાવ્યા અનુસાર મોરબીમાં નવરાત્રી માટે સંસ્થા ગરબાનું આયોજન કરે છે જેના થકી થનારી રકમ સમાજ ઉપયોગી કાર્યમાં વાપરવામાં આવતી હોય છે ત્યારે મોરબી જીલ્લામાં પટેલ સમાજની કોઈ પણ વાડી બને તેમાં ઉમિયા નવરાત્રી મહોત્સવ ગ્રુપ રૂ ૧,૧૧,૧૧૧ ની રકમ આપવાની જાહેરાત કરી છે
તે ઉપરાંત સંસ્થાએ કોરોના કેર સેન્ટરમાં ૨૧ લાખ, લજાઈ ખાતે નવનિર્માણ પામતી મોરબી પાટીદાર સમાજવાડીમાં રૂ ૫૧ લાખ, ટંકારા પાટીદાર સમાજમાં ૧૧,૧૧,૦૦૦ મોરબીમાં સીસીટીવી કેમેરા પ્રોજેક્ટ અને શહીદ પરિવારને મદદ કરવા સહીતના સેવાકાર્યોમાં યોગદાન રહ્યું છે

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img