મહેન્દ્રનગર માં સ્વઃ અશ્વિનભાઈ બોપલીયા ની વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

મહેન્દ્રનગરના માજી સરપંચ વરિષ્ઠ આગેવાન તેમજ સેવાકીય કાર્યો કરીને પ્રજાના હૃદયમાં એક આગવું સ્થાન મેળવનાર સ્વર્ગસ્થ અશ્વિનભાઈ બોપલિયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે બોપલિયા પરિવાર તેમજ મહેન્દ્રનગરના યુવાનો દ્વારા આજ રોજ મહેન્દ્ર નગર CNG પંપ નાં ગ્રાઉન્ડમાં બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં સ્વર્ગસ્થ અશ્વિનભાઈ બોપલીયાના મિત્રો સ્નેહીજનો અને સંબંધીઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી રક્તદાન કરવા મા આવેલ અને રક્તદાતાઓ નેં ખોખરા હનુમાનજી ની પ્રતિમા અને બાળ ઉછેર બે હાથ માં પુસ્તક ભેંટ આપવામાં આવ્યું હતું


આ કેમ્પમાં 220 થી વધુ બોટલમાં રક્ત એકત્રીત કરી મોરબી ની સંસ્કાર ધામ બ્લડ બેંક મોરબી અને રાજકોટ ની નાથાણી બ્લડ બેંક નેં આપવામાં આવશે તેમજ સાંજના સમયે સંત્સંગ સંધ્યા અને ભજન નો ક્રાયકમ રાખવા આવ્યો છે આ કાર્યક્રમમાં શ્રી કનકેશ્વરી માતાજી અને પ્રભુ ચરણદાસજી સહિત અનેક સંતો મહંતો અને રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેશે તેમજ રાજકોટ પોસ્ટલ ઓફીસ નાં સહયોગ થી અને રૂબીન ભાઈ બોપલીયા ની મહેનતથી સંતો નાં વરદ હસ્તે અશ્વિનભાઈ ની પોસ્ટર ટિકિટ નું અનાવરણ કરવામાં આવશે

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img