મોરબીમાં કારખાનાનાં ગોડાઉનમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

મોરબી : મોરબીના જુના રફાળેશ્વર રોડ ઉપર આવેલ સિરામિક કારખામાં ગળાફાંસો ખાઈને યુવાને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને કાર્યવાહી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મુળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં લાલપર ગામની સીમમાં આવેલ મીટકો સિરામિક નામના કારખાનાની અંદર રહીને મજૂરી કામ કરતાં પ્રદીપભાઈ મગનભાઈ કોસરા ( ઉં.વ. 21 ) એ કારખાના ગોડાઉન ની અંદર પ્લાસ્ટિકની દોરી પટ્ટી સાથે બાંધીને ગળાફાંસો ખાઇ લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીના સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જેથી કરીને પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને યુવાને કયા કારણોસર આપઘાત કરેલ છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img