મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી લગ્ન ની ૩૬મી વર્ષગાંઠ ઉજવતા શ્રી ક્રિષ્ના પેટ્રોલીયમ તથા એસ્સાર પેટ્રોલ પંપ વાળા મંગળજીભાઈ નાથાભાઈ સુવાગીયા
વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે બપોરે તથા સાંજે લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચાલી રહ્યો છે ત્યારે મોરબી ત્રાજપર ચોકડી સ્થિત એસ્સાર પેટ્રોલ પંપ તથા શ્રી ક્રિષ્ના પેટ્રોલિયમ ના માલીક શ્રી મંગળજીભાઈ નાથાભાઈ સુવાગીયા તથા શ્રીમતિ પ્રભાબેન મંગળજીભાઈ સુવાગીયાએ પોતાના લગ્ન ની ૩૬મી વર્ષગાંઠ આ સદાવ્રત મા મહાપ્રસાદ યોજી ઉજવી હતી. આ તકે તેઓએ સહપરિવાર ઉપસ્થિત રહી પોતાના વરદ્ હસ્તે ભોજન પ્રસાદ પીરસી પૂ. જલારામ બાપા ના આશિર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આધુનિક સમય મા સામાન્ય રીતે લોકો પોતાના જન્મદીન તેમજ લગ્નદીન સહીતના શુભ પ્રસંગો મોજશોખ વાળી વૈભવી પાર્ટીઓ દ્વારા ઉજવી નાણાકીય વ્યય કરી રહ્યા હોય છે ત્યારે મોરબી ના સુવાગીયા પરિવાર ના મોભી દ્વારા પોતાના લગ્ન ની ૩૬ મી વર્ષગાંઠ નિમિતે સદાવ્રત મા મહાપ્રસાદ યોજી સમાજ ને એક નવી રાહ દર્શાવી છે. તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ મંદિર ના ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, ચિરાગભાઈ રાચ્છ, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, મનિષભાઈ પટેલ, હીતેશભાઈ જાની, હસુભાઈ પંડિત સહીતના અગ્રણીઓએ અભિનંદન સહ લગ્નદીન ની શુભેચ્છા પાઠવી હતી.
વડોદરા: શહેરના ગોરવા વિસ્તારમાં સંબંધોને શરમાવે તેવી ચોરીની ઘટના સામે આવી છે. પતિ સાથે અણબનાવ થતાં કાકાના ઘરે રહેવા આવેલી ભત્રીજીએ જ ઘરની તિજોરીમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા. કાકાના પરિવારે તેને પોતાની દીકરીની જેમ રાખી હતી, પરંતુ યુવતીએ પ્રેમ સંબંધ અને મોજશોખ માટે ઘરમાં રાખેલા દાગીના...
કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશ ઝીલિયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ભુજની જેલમાં મોકલી દીધો છે. ભાવેશ ઝીલિયા વિરુદ્ધ પોલીસ ચોપડે 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં નોંધાયેલા ગુનાને લઈને પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી...
સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી બેંક મેનેજર ભરત ચૌધરીની લોહીલુહાણ લાશ મળી આવી છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ (ઉંમર 42)ની ગળાના...