મોરબી: આજે મોરબી જીલ્લા ઉમિયા પરિવાર દ્વારા ૨૫મો સમુહલગ્ન મહોત્સવ યોજાયો હતો જેમાં ઉમા કળશ યોજના વિશે માહિતી આપી અને આ યોજનામાં જોડાવા માટે પાટીદાર સમાજને અનુરોધ કરવામાં આવ્યો હતો.
સમાજ ઉત્કર્ષના ભગીરથ કાર્ય માટે માઁ ઉમિયાના ચરણોમાં ‘તારુ તુજને અર્પણ’ના ભાવ સાથે માઁ ઉમા કળશ યોજના અંતર્ગત માઁ પધાર્યા મરે ઘેર’ના ભાવ સાથે આપણા ઘેર કળશનું સ્થાપન કરાશે. સ્થાપિત કળશમાં પરિવારના દરેક સભ્ય દીઠ દૈનિક ઓછામાં ઓછા એક રૂપિયાથી લઇ યથાશકિત રકમનું યોગદાન આપવાનું રહેશે. કળશની રકમ દર ૬/૧૨ મહીને રૂ. ૩૬૫/-ની પ્રિન્ટેડ પાકી પહોંચ આપી એકત્રિત કરવામાં આવશે. આ રકમ ઓનલાઈન બેંકમાં પણ જમા કરાવી શકાશે.
કળશ યોજનાની રકમ સમાજના ઉત્કર્ષ માટેના વિવિધ પ્રોજેક્ટ- યોજનામાં વપરાશે. મંદિર સંસ્થાનું બેંક બેલેન્સ વધારવાનો હેતુ નથી. ‘ટીપે ટીપે સરોવર ભરાય’ એ જ રીતે સૌ પાટીદાર પરિવારો એક થઈને એકતા અને અખંડિતતાના ઉદાહરણરૂપ માઁ ઉમા કળશ યોજનામાં જોડાવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
વધુમાં જણાવ્યું હતું કે ઉમા કળશ યોજનાની રકમ સમાજના ઉત્કર્ષ માટેના વિવિધ પ્રોજેક્ટ- યોજનામાં વપરાશે. મંદિર સંસ્થાનું બેંક બેલેન્સ વધારવાનો હેતુ નથી. તથા પ્રતિવર્ષ આવક – જાવકની વિગત પ્રસિદ્ધ કરવામાં આવશે.
ઉમા કળશ યોજના થકી આપવામાં આવેલ આપનું અનુદાન કોઈ વિધવાના આંસુ લૂછવામાં મદદરૂપ થશે, કોઈ નિરાધારનું ભોજન બનશે, કોઈ વિદ્યાર્થીને વિદ્યાદાન મળશે, કોઈ જરૂરિયાતમંદ દર્દીની સારવાર બનશે. યાત્રાળુઓની સુવિધામાં વધારો કરશે.
તેમજ કળશ યોજના નિધિનો ઉપયોગ આરોગ્ય સહાય, આરોગ્ય પ્રવૃત્તિઓ, શિક્ષણ સહાય, શૈક્ષણિક પ્રવૃત્તિઓ, વિધવા, ત્યકતા, નિરાધાર, અનાથને સહાય, વૃક્ષ ઉછેર, જળસંચય, સ્વચ્છતા જેવા પર્યાવરણ કાર્યક્રમો, કૃષિ માર્ગદર્શન શિબિર, કૃષિકાર કલ્યાણ પ્રવૃત્તિઓ, યુવા પ્રવૃત્તિઓ, રોજગાર માર્ગદર્શન, વ્યસનમુક્તિ, મહિલા સશક્તિકરણ, મહિલા સંગઠન વિગેરે સામાજિક કાર્યક્રમો સેવા પ્રકલ્પો માટે જ વપરાશે.
જ્યારે કળશ યોજનામાં જોડાનારા પરિવારને UK Card (ઉમાં કળશ કાર્ડ) આપવામાં આવશે. આ કાર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલ વસ્તુઓની ખરીદીમાં વિશેષ વળતરનો લાભ મળી શકશે.
વડોદરા: શહેરના ગોરવા વિસ્તારમાં સંબંધોને શરમાવે તેવી ચોરીની ઘટના સામે આવી છે. પતિ સાથે અણબનાવ થતાં કાકાના ઘરે રહેવા આવેલી ભત્રીજીએ જ ઘરની તિજોરીમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા. કાકાના પરિવારે તેને પોતાની દીકરીની જેમ રાખી હતી, પરંતુ યુવતીએ પ્રેમ સંબંધ અને મોજશોખ માટે ઘરમાં રાખેલા દાગીના...
કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશ ઝીલિયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ભુજની જેલમાં મોકલી દીધો છે. ભાવેશ ઝીલિયા વિરુદ્ધ પોલીસ ચોપડે 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં નોંધાયેલા ગુનાને લઈને પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી...
સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી બેંક મેનેજર ભરત ચૌધરીની લોહીલુહાણ લાશ મળી આવી છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ (ઉંમર 42)ની ગળાના...