હળવદનાં દેવીપુર ગામે રહેતા લેન્ડ ગ્રેબીંગની ફરિયાદનો ખાર રાખીને 6 ઈસમોએ ઘાતકી શાસ્ત્રો વડે આડેધ અને તેની સાથે રહેલા 2 લોકો પર હુમલો કર્યો હતો. જેને પગલે હળવદ પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાનાં દેવીપુર ગામે રહેતા પરષોતમભાઈ નાનજીભાઈ તારબુંદીયા દલવાડી (45)એ અંબારામભાઈ ઉકાભાઈ, વશરામભાઈ ત્રીભોવનભાઈ ધારીયા પરમાર રહે. રવાપર રોડ બજરંગ સોસાયટી મોરબી, ભગવાનભાઈ ઉકાભાઈ ધારીયા પરમાર રહે. ટીકર રણ, બળદેવભાઈ ત્રીભોવનભાઈ રહે. રવાપર રોડ મોરબી હસમુખભાઈ અંબારામભાઈ રહે. દેવીપુર અને પ્રદિપભાઈ ભગવાનભાઈ ઘારીયા પરમાર રહે. ટીકર સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના કાકાના દિકરા નારાયણભાઈ દેવજીભાઈ તારબુંદિયા રહે. દેવીપુરએ આરોપી હસમુખભાઈ અંબારામભાઈ ધારીયા રહે.દેવીપુર વાળા વિરૂધ્ધમાં લેન્ડ ગ્રેબીંગનો કેસ કરેલ છે
જેનો ખાર રાખીને તા.૦૭/૦૬/૨૦૨૨ ના સવારે ક.૦૮/૩૦ વાગ્યાના અરસામા દેવીપુર ગામની સીમમા નારાયણભાઈ દેવશીભાઈની ઓર નામની વાડીએ પ્રાણઘાતક હુમલો કર્યો હતો. જ્યાં આરોપીઓએ ધારીયુ લઈને પરષોતમભાઈની ડાબી આંખ ઉપર મારતા ઈજા કરેલ હતી તેમજ ધારિયાથી પરષોતમભાઈને ડાબા હાથમા કોણી ઉપર માર માર્યો હતો અને આરોપીઓએ લોખંડના પાઈપ, ધોકા વડે પરષોતમભાઈ અને તેની સાથે રહેલા ચંદુભાઈ અને અમૃતભાઈને પણ માર મારી ઘાયલ કર્યા હતા. અને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ મુદ્દે હળવદ પોલીસે ઇ.પી.કો કલમ-૩૨૩,૫૦૪,૫૦૬(૨),૩૨૪,૩૨૫,૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯, ૧૧૪તથા જી.પી એકટ ૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...