મોરબી માળીયા હાઈવે પર આવેલ ભરત નગર ગામ પાસે ભરતવન ફાર્મ ખાતે તારીખ 2 એપ્રીલ નાં રોજ ગુજરાત રાજ્ય ગ્રામ પંચાયત વિ સી ઇ મંડળ દ્વારા સૌરાષ્ટ્ર નું સ્નેહમિલન સમારોહ રાખવામાં આવશે
આ સ્નેહ મિલન સમારોહમાં ગુજરાત રાજ્ય પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજા મોરબી કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા રાજકોટ સાંસદ મોહનભાઇ કુંડારીયા તેમજ અધિક મુખ્ય સચિવ તથા વિકાસ કમિશનર ગુજરાત રાજ્ય સંદિપકુમાર આ કાર્યક્રમમાં હાજરી આપશે તેમજ ગુજરાતના તમામ જિલ્લા પ્રમુખો અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાના ગ્રામ પંચાયત વિ સી ઇ ને સ્નેહમિલન માં પધારવાનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે
વડોદરા: શહેરના ગોરવા વિસ્તારમાં સંબંધોને શરમાવે તેવી ચોરીની ઘટના સામે આવી છે. પતિ સાથે અણબનાવ થતાં કાકાના ઘરે રહેવા આવેલી ભત્રીજીએ જ ઘરની તિજોરીમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા. કાકાના પરિવારે તેને પોતાની દીકરીની જેમ રાખી હતી, પરંતુ યુવતીએ પ્રેમ સંબંધ અને મોજશોખ માટે ઘરમાં રાખેલા દાગીના...
કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશ ઝીલિયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ભુજની જેલમાં મોકલી દીધો છે. ભાવેશ ઝીલિયા વિરુદ્ધ પોલીસ ચોપડે 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં નોંધાયેલા ગુનાને લઈને પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી...
સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી બેંક મેનેજર ભરત ચૌધરીની લોહીલુહાણ લાશ મળી આવી છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ (ઉંમર 42)ની ગળાના...