”પંછી પાની પીને સે ધટે નહીં સરીતા નીર
ધર્મ કરે ધન ના ધટે સહાય કરે રધુવિર”
માળીયા મિંયાણાના જુનાઘાંટીલા ગામે આજ રોજ તા.30 ને શનિવારે દેત્રોજા પરીવારે વ્હાલસોય દિકરી પુર્વાના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી જુનાઘાંટીલા ગામે રહેતા પર્યાવરણ અને પક્ષીપ્રેમી વિજયભાઈ દેત્રોજાની લાડકી દિકરી પુર્વાનો આજે જન્મદિવસ છે આજે ૬ વર્ષ પુર્ણ કરીને સાતમાં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે ત્યારે વિજયભાઈએ પોતાની વ્હાલસોય દિકરી પુર્વાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવાની સાથે જન્મદિવસને યાદગાર બનાવવા ૪૦૦ જેટલા ચકલીઘર ૩૦૦ જેટલા ચણ માટેના સ્ટેન્ડ ૩૫૦ જેટલા પાણીના કુંડાનુ વિતરણ કર્યું હતું આ પ્રસંગે મહેશભાઈ પારજીયા અને મોરબી કોંગ્રેસ યુથ પ્રમુખ સંદીપભાઈ કાલરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમના હસ્તે ચકલાઘર સહીતનુ વિતરણ કરવામાં આવ્યું હતુ તેમજ જુનાઘાંટીલા ગામના સરપંચ ઉમેશ જાકાસણીયા સહીત બહોળી સંખ્યામાં લોકો આ તકે ઉપસ્થિત રહ્યા હતા
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...