ટંકારા: ટંકારા પોલીસ સ્ટેશનના રીપોર્ટ અનુસાર મોટર વ્હીકલ એક્ટની કલમ-૨૦૭ તથા C.R.P.C.૪૧(૧)(D)૧૦૨ તેમજ જી.પી. એક્ટ ૮૨(૨) અન્વયે ૮૯ જેટલા બિનવારસી તેમજ બિનધણીયાતા મુદામાલનો યોગ્ય નિકાલ કરવાનો છે. જેથી આ મુદામાલ જે કોઇપણ શખ્સ પોતાનો હોવાનો દાવો ધરાવતા હોય, તેમણે ૩ માસની અંદર માલિકીના આધાર પુરાવા દસ્તાવેજ સાથે મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટની કચેરી ટંકારા ખાતે અરજી કરવાની રહેશે.
આ બિનવારસી મુદામાલના કોઇ માલિક રજુ નહીં થાય તો તમામ મુદામાલ સરકારમા ખાલસા કરવામા આવશે. જેની દરેકે નોંધ લેવા એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ કે.જી. સખિયાની યાદીમાં જણાવાયું છે.
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...
વલસાડ: જિલ્લાના ઉમરગામ તાલુકામાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને ચકચારી ઘટના સામે આવી છે. પાલી કરમબેલી ગામમાં એક જ પરિવારના ત્રણ માસૂમ બાળકોના શંકાસ્પદ મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મૃતક બાળકોમાં 9 મહિનાના જુડવા ભાઈઓ આર્યન અને વિહાન તેમજ 3 વર્ષની દીકરી નાયરાનો સમાવેશ થાય છે. આ...
રાજકોટ: આગામી 5થી 7 જૂન દરમિયાન રેસકોર્સ મેદાન ખાતે કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રી (બાબા બાગેશ્વર)ના ભવ્ય દરબારનું આયોજન થવા જઈ રહ્યું છે. એકતરફ આ કાર્યક્રમ માટે શહેરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે, તો બીજી તરફ આ દરબાર યોજાય તે પહેલાં જ તેનો ઉગ્ર વિરોધ શરૂ થઈ ગયો છે. રાજકોટના જાણીતા...