મોરબીમાં આવતા રવિવારે તારીખ 1 મે ના રોજ મોરબીનું એક માત્ર રાહત દરે પેટ ક્લિનિકનું ઉદ્દઘાટન કરવામાં આવશે

મોરબી માં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા મોરબી નાં જીવદયા પ્રેમીઓ માટે પોતાના ઘરે રાખવા માં આવતા પાલતુ પશુ પક્ષીઓ ને રાહતદરે થી સારવાર મળી સકે એવા હેતુ થી કર્તવ્ય પેટ ક્લિનિક શરુ કરવા માં આવશે.આ પેટ ક્લિનિક માં કોઈ પણ બીમાર પ્રાણીઓ ની સારવાર નહિ નફા નહિ નુકસાન નાં ધોરણે કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા પૂરી પાડવામાં આવશે.આ ક્લિનિક થકી પશુઓ માં ચોક્કસ નિદાન માટે લેબોરેટરી માં પણ 50 % નું ડિસ્કાઉન્ટ આપવા માં આવશે. આની સાથે સાથે વેક્સીનેસન તથા દવાઓ માં 15 થી 20 % સુધી નું ડિસ્કાઉન્ટ આપવા માં આવશે.
તો મોરબી ની દરેક જીવદયા પ્રેમી જનતા ને આ સેવા નો લાભ લેવા કર્તવ્ય જીવદયા કેન્દ્ર ની અપીલ છે.
આ પેટ ક્લિનિક માં બિનવારસુ અને માલિકી વગર ના પશુ- પક્ષી ની સારવાર વિનામૂલ્યે કરવા માં આવશે.

એડ્રેસ – કર્તવ્ય પેટ ક્લિનિક
દુકાન નં.૪ ,દ્વારકાધીશ કોમ્પલેક્ષ
બજાજ નાં શોરૂમ ની બાજુમાં
ઉમિયા સર્કલ
મોરબી.

વધુ માહિતી માટે સંપર્ક
કર્તવ્ય જીવદયા કેન્દ્ર
મો.7574885747

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img