મોરબીમાં મહાવીર જયંતિ નિમિત્તે સમસ્ત જૈન સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી

પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા શોભાયાત્રામાં જોડાયા હતા

મોરબી માં કોરોના મહામારી નાં બે વર્ષ બાદ જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર સ્વામી ની જન્મ જયંતિ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સમસ્ત જૈન સમાજ દ્વારા મહાવીર સ્વામીનો ૨૬૨૦ મો જન્મ કલ્યાણક મહોત્સવ નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી જે શોભાયાત્રા શહેરના દરબાર ગઢ ખાતેથી શરુ કરવામાં આવી હતી
જે શોભાયાત્રા દરબારગઢ જૈન દેરાસરથી પ્રસ્થાન કરી ગ્રીન ચોક, નગર દરવાજા ચોક, જુના બસ સ્ટેન્ડ અને સાવસર પ્લોટ સહિતના મુખ્ય માર્ગો પર ફરીને બોયઝ હાઈસ્કૂલ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી જે શોભાયાત્રામાં દીકરીઓએ સામૈયા કરીને વધામણા કર્યા હતા ભગવાનના રથ સાથે શોભાયાત્રા યોજાઈ હતી જે શોભાયાત્રા પૂર્ણ થયા બાદ બોયઝ હાઈસ્કૂલના અરુણોદય હોલ ખાતે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું મહાવીર સ્વામીની ભવ્ય શોભાયાત્રામાં પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ હાજરી આપી હતી અને જૈન ભાઈઓને મહાવીર જયંતીની શુભકામનાઓ પાઠવી હતી

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img