મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી નવા ઘરમાં ગૃહ પ્રવેશ કરતા લોહાણા સમાજ અગ્રણી હરીશભાઈ હાલાણી

ગૃહ પ્રવેશ નિમિતે સેવાકાર્યમાં સહયોગ અર્પણ કરી સમાજને નવી રાહ ચિંધતો મોરબીનો હાલાણી પરિવાર.

મોરબી: વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવવામા આવે છે ત્યારે આજ રોજ મોરબી લોહાણા સમાજ અગ્રણી હરીશભાઈ હાલાણી દ્વારા તેમના નવા ઘરમાં ગૃહ પ્રવેશ નિમિતે સદાવ્રતમા મહાપ્રસાદ યોજી કરવામાં આવ્યો હતો.

પ્રવર્તમાન સમયે લોકો પોતાના પ્રસંગોની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે મોરબીના હાલાણી પરિવારે સેવા કાર્ય મા સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજને નવો રાહ ચિંધ્યો છે. તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિરના ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ચિરાગ રાચ્છ સહીતના અગ્રણીઓ એ અભિનંદન સહ ગૃહ પ્રવેશની શુભકામનાઓ પાઠવી હતી.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img