ગેરકાયદેસર દબાણો હટાવવાની આગાઉ તંત્ર દ્વારા નોટિસ આપેલી હતી
મોરબી : રોડ પહોળો કરવાની કામગીરી નેં અંતર્ગત મોરબી નગરપાલિકા તંત્ર એ મોરબીના શનાળા બાયપાસ ઉપર આવેલા દબાણો હટાવવાની કાર્યવાહી કરી હતી
મળતી માહિતી મુજબ ગોકુળનગર-લાયન્સનગર મેઈન રોડ ઉપર આજે નગરપાલિકા તંત્ર ગેરકાયદે કાચા-પાકા દબાણો ઉપર ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને પાલિકા તંત્રએ રોડ પહોળો કરવાની કામગીરીમાં અડચણરૂપ હોય તેવા દબાણોને તંત્રએ તોડી પાડી જગ્યા ખુલ્લી કરી છે.
મોરબીના શનાળા બાયપાસ પર આવેલા ગોકુળનગર-લાયન્સનગર મેઈન રોડ સાવ સાંકડો થઈ જતા આ રોડને પહોળો કરવા માટે નગરપાલિકા તંત્ર દ્વારા કામગીરી ચાલી રહી છે. એ દરમિયાન ગોકુળનગર-લાયન્સનગર મેઈન રોડ ઉપર ઘણા સમયથી 30 થી વધુ કાચા પાકા ગેરકાયદે દબાણો ખડકાઈ ગયા હોય ત્યારે રોડને પહોળો કરવા માટે આ દબાણો અવરોધરૂપ હોવાથી પાલિકા તંત્ર દ્વારા દુકાનો, લારી, વાડા સહિતના કાચા પાકા દબાણ કરનાર દબાણકારોને અગાઉ નોટિસ આપવામાં આવી હતી.
તંત્રએ નોટિસ આપ્યા બાદ પણ દબાણકારોએ મચક ન આપતા આજે નગરપાલિકા તંત્ર દ્વારા ડીમોલેશનનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું હતું અને ગોકુળનગર – લાયન્સનગર મેઈન રોડ ઉપર ખડકાયેલા દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.અત્યાર સુધીમાં પાંચથી સાત દુકાનો સહિતના દબાણો દૂર કરી દેવામાં આવ્યા છે. હજુ ગેરકાયદે વાડા સહિતના દબાણો હોય એ દબાણ હટાવ કામગીરી ચાલશે તેમજ નગરપાલિકાના પવડી વિભાગના હિતેશભાઈ રવેશિયાએ જણાવ્યું હતું. આ કાર્યવાહીમાં ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા સહિતનો સ્ટાફ જોડાયો હતો.
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...