મોરબી : મોરબી પંથકમાં તાજેતરમાં આગ ગામે આગ નોદુર્ઘટનાનાં બનાવો સામે આવી રહ્યા છે
ત્યારે મોરબી નજીક આવેલા લાલપર ગામમાં આગની દુર્ઘટનામાં એક ગાય અને બે વાછરડી આગ ની લપેટમાં આવી ગયા હતા 1962 પશુ હેલ્પલાઇન ટીમ દ્વારા તાત્કાલિક સારવાર આપી જીવતદાન આપવામાં આવ્યું હતું
ગઈકાલે લાલપર મુકામે ભરવાડવાસમાં અચાનક એકાએક આગ લાગી હતી. આ આગનો ભોગ પશુઓ બન્યા હતા. ત્યારે તે જગ્યાએથી પસાર થતી ખીલખીલાટ એમ્બ્યુલન્સ સેવાના સ્ટાફ દ્વારા 1962 હેલ્પલાઇન નંબર પર કોલ કરતા પશુ હેલ્પલાઇન ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
આગની દુર્ઘટનામાં એક વાછરડીનું મૃત્યુ થયું હતું. તેમજ એક ગાય અને બે વાછરડી ઘવાયેલી હાલતમાં હતા. તેઓને પશુ હેલ્પલાઇન ટીમ દ્વારા તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. આથી, ત્રણ ગૌમાતાઓના જીવ સારવારથી બચી ગયા હતા. આમ, 1962 હેલ્પલાઇનમાં ફરજ બજાવતા ડો. વિપુલભાઈ કાનાણી અને ડ્રાઈવર પ્રવિણસિંહ વાઘેલા દ્વારા પ્રસંસનીય કામગીરી કરવામાં આવી હતી.
વડોદરા: શહેરના ગોરવા વિસ્તારમાં સંબંધોને શરમાવે તેવી ચોરીની ઘટના સામે આવી છે. પતિ સાથે અણબનાવ થતાં કાકાના ઘરે રહેવા આવેલી ભત્રીજીએ જ ઘરની તિજોરીમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા. કાકાના પરિવારે તેને પોતાની દીકરીની જેમ રાખી હતી, પરંતુ યુવતીએ પ્રેમ સંબંધ અને મોજશોખ માટે ઘરમાં રાખેલા દાગીના...
કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશ ઝીલિયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ભુજની જેલમાં મોકલી દીધો છે. ભાવેશ ઝીલિયા વિરુદ્ધ પોલીસ ચોપડે 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં નોંધાયેલા ગુનાને લઈને પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી...
સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી બેંક મેનેજર ભરત ચૌધરીની લોહીલુહાણ લાશ મળી આવી છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ (ઉંમર 42)ની ગળાના...