Saturday, October 12, 2024

વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામે મકાનમાં ગેસનો બાટલો ફાટ્યો, જાનહાનિ ટળી…

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વાંકાનેર તાલુકાના જુના પાંચદ્વારકા ગામ ખાતે એક મકાનમાં ગેસનો બાટલો ફાટ્યો હતો જે બનાવમાં ઘરના રસોડામાં નુકશાન થયું હતું. આ અકસ્માતનાં બનાવમાં સદનસીબે કોઈ જાનહાની થઇ નહોતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જુના પાંચદ્વારકા ગામ ખાતે રહેતા બાદી સોયબ અબ્દુલરહીમભાઈના ઘરે મંગળવારે સાંજના સમયે ઘરની મહિલાએ રસોડામાં ગેસ પર દાળ મૂકી ઘરમાં અન્ય જગ્યાએ કામ કરતા હોય ત્યારે અચાનક કોઈ કારણોસર રસોડામાં ગેસનો બાટલો ધકડાભેર ફાટતા જ આગ ભડકી ઉઠી હતી.

આ બનાવને પગલે થોડીવાર માટે નાસભાગ મચી ગઇ હતી. જો કે મહિલા રસોડામાં ન હોવાથી સદભાગ્યે જાનહાની ટળી હતી. રસોડામાં આગ લાગતા નુકસાન થયું હતું. બાદમાં આસપાસના લોકોએ દોડી જઈને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં રસોડાના તમામ ઇલેક્ટ્રિક ઉપકરણો, છતનું પ્લાસ્ટર, ફ્લોરિગ સહિતનું નુકસાન થયું હતું…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiJpPXg5m4d9plGY7CMGqa

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર