યોગ માટેના કાર્યક્રમો જિલ્લા, નગરપાલિકા, તાલુકા તેમજ ગ્રામ્ય કક્ષાએ યોજાશે
દર વર્ષે ૨૧મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારત સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે ‘માનવતા માટે યોગ’ ની થીમ સાથે યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. જે અન્વયે મોરબી જિલ્લાકક્ષાના કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે કલેકટર જે.બી પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.
પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના યોગા દિવસના કાર્યક્રમને લગતી તમામ પૂર્વ તૈયારી કરવા કલેકટરશ્રીએ સલંગ્ન વિભાગોને સૂચન કર્યું હતું. ઉપરાંત આ કાર્યક્રમમાં રાજકીય અગ્રણીઓ, સામાજિક સંસ્થાઓ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, ઔદ્યોગિક સાહસિકો, નગરજનો તેમજ જિલ્લા તથા તાલુકાકક્ષાના તમામ અધિકારીઓ/કર્મચારીઓ આ કાર્યક્રમનો ભાગ બને તે બાબત પર તેમણે ભાર મૂકયો હતો.
‘માનવતા માટે યોગ’ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૨ ની ઉમંગ અને ઉત્સાહ સાથે રાષ્ટ્રભરમાં ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત ગુજરાતમાં પણ તેની રંગેચંગે ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લાકક્ષા, તાલુકાકક્ષા, ગ્રામ્ય કક્ષા, વિવિધ વોર્ડ, શાળા-કોલેજ, અન્ય સંસ્થાઓ વગેરે તમામ કક્ષાએ યોગ દિવસના કાર્યક્રમો કરવામાં આવશે.
મોરબી જિલ્લાકક્ષાનો યોગ દિવસનો કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. ઉપરાંત મોરબી તાલુકાકક્ષાનો કાર્યક્રમ મણિમંદીર ખાતે તેમજ વાંકાનેર તાલુકાકક્ષાનો કાર્યક્રમ રણજીત વિલાસ પેલેસ ખાતે યોજાશે અને હળવદ તેમજ માળિયા તાલુકાકક્ષાના કાર્યક્રમો જે તે તાલુકાના સ્થળે યોજાશે. જિલ્લા તેમજ તાલુકાકક્ષાના કાર્યક્રમ સાથે ગ્રામ્ય કક્ષાએ, શાળા-કોલેજમાં, તમામ આરોગ્ય કેન્દ્રોમાં, જેલ કેમ્પસમાં, તમામ પોલીસ સ્ટેશન વગેરે સ્થળોએ પણ યોગ દિવસ નો કાર્યક્રમ યોજાશે.
યોગ દિવસની પૂર્વ તૈયારીની આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પી.જે. ભગદેવ, નિવાસી અધિક કલેકટર એન.કે. મૂછાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇલાબેન ગોહિલ તથા ઈશિતા મેર, નાયબ પોલીસ અધિક્ષક અતુલ બંસલ(આઈપીએસ), પ્રાંત અધિકારીસર્વ ડી.એ.ઝાલા, એમ.એ. ઝાલા, એ.એમ.શેરસિયા, જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ.સોલંકી, મુખ્ય તબીબી અધિકારી કે.આર.સરળવા, સહાયક માહિતી નિયામક ઘનશ્યામ પેડવા, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલ વ્યાસ, તેમજ સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...