મેડીકલના વિદ્યાર્થીઓનો અભ્યાસ ન અટકે તે માટે કામ ચલાઉ ધોરણે મેડીકલ કોલેજ તેમજ હોસ્ટેલ શરૂ કરવા ચક્રો ગતિમાન- બ્રિજેશભાઈ મેરજા
રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના સઘન પ્રયાસોથી મોરબી જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા મેડીકલ કોલેજ મંજૂર કરવામાં આવી છે. જે સત્વરે શરૂ થાય તે માટે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષ સ્થાને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તકે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વંતત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણના રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા મોરબી ખાતે મંજૂર થયેલી મેડીકલ કોલેજનું ટેન્ડર બહાર પડી ગયું છે જેનું ટૂંક સમયમાં ભૂમિપૂજન પણ થનાર છે. પરંતુ તે પહેલા મેડીકલના વિદ્યાર્થીઓનો અભ્યાસ ન અટકે તે માટે જી.એમ.ઈ.આર.એસ. મેડીકલ કોલેજ હાલ કામ ચલાઉ ધોરણે ગિબ્સન મિડલ સ્કુલ ખાતે શરૂ કરવાનું આયોજન કર્યું છે. જે અન્વયે મેડીકલ સ્ટુડન્ટ્સને રહેવા માટે હોસ્ટેલની પણ આંતરિક વ્યવસ્થા સામાકાંઠે એલ.ઈ.કોલેજની હોસ્ટેલમાં કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું.
આ ઉપરાંત મોરબી સિવીલ હોસ્પિટલમાં બેડમાં વધારો કરવા તેમજ મેડીકલ કોલેજની તમામ વહીવટી પ્રક્રિયા ઝડપી બનાવવા કલેક્ટર જે.બી. પટેલ, મોરબી સિવીલ હોસ્પિટલના સિવીલ સર્જન ડૉ. પ્રદીપ દુધરેજીયા, મેડીકલ કોલેજના બાંધકામ ઈજનેર નાથાણીને તાકીદ કરી હતી. આ ઉપરાંત મંત્રીએ કલેક્ટરને મેડીકલ કોલેજ માટે વધુ જમીન ફાળવવા પણ સુચના આપી હતી જેથી ભવિષ્યમાં વધુ સુચારૂ વ્યવસ્થા તેમજ આયોજન થઈ શકે.
આ બેઠકમાં કલેકટર જે.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પી.જે. ભગદેવ, નિવાસી અધિક કલેકટર એન.કે.મુછાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈશિતા મેર, નગરપાલીકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, કારોબારી સમિતિના ચેરમેન સુરેશભાઈ દેસાઈ, મોરબી સિવીલ હોસ્પિટલના સિવીલ સર્જન ડૉ. પ્રદીપ દુધરેજીયા, મેડીકલ કોલેજના બાંધકામ ઈજનેર નાથાણી, માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ના કાર્યપાલક ઈજનેર કે.એન.ઝાલા, એલ.ઈ.કોલેજના આચાર્ય અને સિવીલ એન્જીનીયર સહિતના માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સુરત: ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર બિલ્ડર અને જમીન દલાલ ફૈઝલ ઝકરીયા હસન ફટ્ટાની ઘાતકી હત્યાના કેસમાં ચોકબજાર પોલીસે તપાસ તેજ કરી છે. ઘટનાસ્થળ અને આસપાસના CCTV ફૂટેજની તપાસ દરમિયાન પોલીસે ભાઠેના વિસ્તારમાં રહેતા બે શખ્સની ઓળખ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસ બંનેના ઘરે પહોંચી હતી, પરંતુ પોલીસ આવે...
ગાંધીનગર: રાજ્યસભામાં રજૂ કરવામાં આવેલા આંકડા મુજબ, ગુજરાતમાં વર્ષ 2022થી 2024 દરમિયાન અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) સમુદાયો સામે અત્યાચારના કુલ 4,890 કેસ નોંધાયા છે. આ ત્રણ વર્ષ દરમિયાન નોંધાયેલા કુલ કેસોમાંથી આશરે 81 ટકા કેસ અનુસૂચિત જાતિ સાથેના હતા.
વર્ષ પ્રમાણે આંકડા જોઈએ તો ગુજરાતમાં 2022માં SC-ST...
આજે 1 સપ્ટેમ્બરથી દેશભરમાં અનેક મહત્વના ફેરફારો અમલમાં આવ્યા છે. આ ફેરફારો સીધી રીતે સામાન્ય લોકોના ખિસ્સા અને રોજિંદા જીવનને અસર કરી શકે છે. LPG સિલિન્ડરના ભાવથી લઈને કારની કિંમત, આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી, દૂધ અને ઓટો-ટેક્સીના ભાડા સહિત ટેક્સ અને રોકાણ સાથે જોડાયેલા નિયમોમાં પણ ફેરફાર થયો છે. ત્યારે...