૨૨મી જૂને હળવદ ખાતે ઔધોગિક ભરતી મેળો યોજાશે

આગામી ૨૨મી જૂનના આઇ.ટી.આઇ. ખાતે ઇચ્છુક ઉમેદવારોએ હાજર રહેવું

નિયામક, રોજગાર અને તાલીમના નિયંત્રણ હેઠળની રોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા તા.૨૨-૦૬-૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, આઇ.ટી.આઇ ગ્રાન્ટ ઇન એઇડ, સરા રોડ, હળવદ ખાતે તાલુકા કક્ષાનાં ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ઔધોગિક ભરતી મેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રાના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિના મૂલ્યે પસંદગીની કાર્યવાહી કરશે, જેથી ખાનગીક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક નોનમેટ્રીક/એસએસસી/એચએચસી/ આઇટીઆઇ/સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, અધારકાર્ડ, બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. આ ઔધોગિક ભરતીમેળામાં રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહી કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ જિલ્લા રોજગાર અધિકારી-મોરબીની યાદીમાં જણાવાયું છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img