મોરબી જિલ્લા પોલીસ મિલકત બાબતના ગુન્હા અટકાવવા માટે કાર્ય કરી રહી હોય ત્યારે એલસીબીની ટીમને સંયુક્ત રીતે બાતમી મળી હોય કે અમુક ઇસમો દ્વારા અનધિકૃત રીતે કન્ટેનર બહારથી લાવી, તેને કાપી ને ભંગાર બનાવી વેચી રહ્યા છે. ત્યારે આ બાબતની તપાસ કરી પોલીસ દ્વારા ચાર ઇસમોની ધરપકડ કરવામાં આવી છે.
મોરબી એલસીબી ને ખાનગી રાહે સંયુક્ત રીતે બાતમી મળી હોય કે મોરબી – અમરેલી રોડ પાસે આવેલ મહાકાળી મંદિર ની દેરી પાસે બાવળની કાંટ માં તેમજ ખુલ્લી જગ્યામાં ગેરકાયદેસર રીતે કન્ટેનર લાવી તેનું કટિંગ કરીને તેનો ભંગાર કરીને વેચવાની પેરવી કરતા હોવાની બાતમી મળી હતી ત્યારે એલસીબીની ટીમ દ્વારા ત્યાં રેઇડ કરવામાં આવી હતી.
એલસીબીની ટીમ ને બાતમી મળતા બાતમી વાળી જગ્યા પર રેઇડ કરતા ત્યાં અમુક ઇસમો ગેરકાયદેસર રીતે લઈ આવેલ કન્ટેનર તેમજ ભંગાર સાથે મળી આવેલ હતા. ત્યારે પોલીસ દ્વારા ૧) રવી પંસારા ૨) નકુલ મંદરિયા ૩) મહેન્દ્ર સોલંકી ૪) ફિરોજ મમાણી ની અટકાયત કરવામાં આવી છે. ઉપરાંત કેનકોર કંપનીના ૪ કન્ટેનર , કટિંગ ભંગાર , ગેસના નાના મોટા સિલિન્ડર , ગેસ કટરગન, તેમજ ૩ મોબાઈલ સહિત કી.રૂ.૧૩,૮૨,૯૫૦ નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
આ સમગ્ર મામલે પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા: શહેરના ગોરવા વિસ્તારમાં સંબંધોને શરમાવે તેવી ચોરીની ઘટના સામે આવી છે. પતિ સાથે અણબનાવ થતાં કાકાના ઘરે રહેવા આવેલી ભત્રીજીએ જ ઘરની તિજોરીમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા. કાકાના પરિવારે તેને પોતાની દીકરીની જેમ રાખી હતી, પરંતુ યુવતીએ પ્રેમ સંબંધ અને મોજશોખ માટે ઘરમાં રાખેલા દાગીના...
કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશ ઝીલિયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ભુજની જેલમાં મોકલી દીધો છે. ભાવેશ ઝીલિયા વિરુદ્ધ પોલીસ ચોપડે 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં નોંધાયેલા ગુનાને લઈને પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી...
સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી બેંક મેનેજર ભરત ચૌધરીની લોહીલુહાણ લાશ મળી આવી છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ (ઉંમર 42)ની ગળાના...