જિલ્લા કક્ષાના પ્રશ્નો/ફરિયાદો અંગેની અરજી ૧૦મી જુલાઈ સુધી સંબંધિત કચેરીને કરવાની રહેશે
લોકોની ફરિયાદોના નિવારણ માટે જિલ્લા કક્ષાએ યોજાતો જુલાઈ-૨૦૨૨ માસનો “ફરિયાદ નિવારણ કાર્યક્રમ” આગામી તા.૨૮/૦૭/૨૦૨૨ ના રોજ સવારે ૧૧ વાગ્યે કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાશે. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાના પ્રશ્નો-ફરિયાદો ૧૦મી જુલાઈ સુધી સબંધિત ખાતાની જિલ્લા કક્ષાની કચેરીનાં વડાને જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ હેઠળની અરજી સ્વરૂપે પહોંચતા કરવાના રહેશે.
જિલ્લા સ્વાગતમાં અરજી કરતા પહેલા કોઇપણ અરજદારે ગ્રામ કક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયતને તથા તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીને પ્રથમ લેખિતમાં અરજી કરેલ હોવી જોઇએ અને તે અનિર્ણિત હોય, અગાઉ સંબંધીત ખાતામાં કરેલ રજૂઆતનો આધાર રજૂ કરવો, તેમજ આપવામાં આવેલ જવાબ/પ્રત્યુતરની ઝેરોક્ષ નકલ અરજી સાથે રાખવી.
અરજદારે અરજીમાં પોતાનું નામ, સરનામુ અને ફોન નંબર પણ દર્શાવવાના રહેશે. અરજીમાં અરજદારની સહી હોવી જરૂરી છે. સ્પષ્ટ અને મુદાસરની સમજી શકાય તેવી આધારો સાથે રજૂ કરેલી અરજી ધ્યાને લેવાશે. ઉપરાંત અલગ-અલગ વિષય દર્શાવતા પ્રશ્નો, અલગ-અલગ અરજીઓમાં મોકલવાનાં રહેશે. સરકારી કર્મચારીઓનાં નોકરીને લગતા પ્રશ્નો આ કાર્યક્રમ હેઠળ રજૂ કરી શકાશે નહીં. અરજકર્તાનો પ્રશ્ન પોતાનો હશે તો જ ધ્યાને લેવાશે અન્યના પ્રશ્ન, કોર્ટ મેટરને લગતા પ્રશ્નો, દાવાઓ, આક્ષેપો તથા અંગત રાગદ્વેશને લગતા પ્રશ્નો ધ્યાને લેવાશે નહી.
મહેસુલી તંત્રને લગતા પ્રશ્નો મોરબી જિલ્લા પૂરતા જિલ્લા કલેકટર કચેરી ખાતે રજૂ કરવાનાં રહેશે. મહેસુલી તંત્ર ઉપરાંત પોલીસ વિભાગ, ગુજરાત વિઘુતબોર્ડ, એસ.ટી., પાણી પુરવઠા બોર્ડ, સિવાયનાં પ્રશ્નો માટે જિલ્લામાં આવેલી જે તે ખાતાની જિલ્લા કક્ષાની કચેરીમાં રજૂ કરવાના રહેશે જેની અરજદારોને નોંધ લેવા નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર દ્વારા જણાવાયું છે
મોરબી સબજેલ ખાતે આજે સ્કોવર્ડ જેલર દ્વારા ઝડતી લેવામાં આવી જેમાં ઝડતી દરમિયાન સબજેલમા બેરક નંબર -૩ અને ચાર વચ્ચેથી આવેલ સંડાસ બાથરૂમમાથી તથા બેરેક નંબર ૪ થી ૬ ના બાથરૂમના બોકારામાથી બે મોબાઇલ ફોન મળી આવ્યા હતા.
મળતી માહિતી મુજબ દેવશીભાઈ રણમલભાઈ કરંગીયા. (ઉં.વ.૫૪), જેલર ગુપ-૧, ઝડતી સ્કવોર્ડ જેલર...
મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરના ખાણી–પીણીના ધંધાર્થી ઓને જણાવવાનું કે નવા ફૂડ લાઇસસન્સ અને રજીસ્ટ્રેશન ઘેર બેઠા ઓનલાઈન કરી શકાય છે, ફૂડ લાયસન્સ મેળવવા માટેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, જેના માટે foscos.fssai.gov.in પર લૉગિન કરી મેળવી શકાય છે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના ખાણી-પીણીના ધંધાર્થી, મીઠાઇ ફરસાણના ધંધાર્થી, હોટેલ-...
મોરબી: મહાશિવરાત્રિ પર્વ નિમિતે શ્રી ત્રિલોકધામ મંદિર ખાતે તારીખ-૧૫- ૦૨-૨૦૨૬,ને રવિવાર ના સૂર્યોદય સાથેજ ભગવાન ના વસ્ત્રો, આભૂષણ અને શૃંગાર દર્શન, સવારે ૯:૦૦ કલાકે ધ્વજારોહણ પૂજન.બપોરે ૧૨:૦૦ કલાકે મધ્યસ્થ આરતી તથા મહાશિવરાત્રિ નિમિત્તે ભાંગ પ્રસાદ વિત્રણ સાંજે ૭:૦૦ કલાકે મહાઆરતી, તથા દીપમાળા પ્રાગટ્ય પૂજન. રાત્રે ૧૦ થી ૧ર વાગ્યા...