બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયેલાં રોડ રસ્તાઓ તાત્કાલિક રીપેરીંગ કરવા સીએમ ને રજુઆત

મોરબી:નવલખી રોડ થી ગોર ખીજડીયા દેરાળા – નવાગામ અને ત્યાંથી માળિયા કોસ્ટલ હાઇવે ને જોડતો રસ્તો બિસ્માર હાલત માં છે.


આ રોડ વચ્ચે ના ગામો ને મોરબી તેમજ માળિયા તાલુકા મથકે જવા માટે ગામો ને જોડતો ખુબજ અગત્ય નો રસ્તો છે. જેને તાત્કાલિક રીપેર કરવો પડે તેવી હાલત માં છે.
સરકારના મંત્રી બ્રિજેશ મેરજા દ્વારા છાસવારે ન્યુઝ માં જુદા જુદા રસ્તા ઓ મંજુર કરવા ના ભ્રામક સમાચારો વાંચવા મળતા હોય છે જો મોરબી દરિયા કાઠે કે જ્યાં લોકોને ચાલવાનું ખાસ હોતું નથી તેવા વવાણિયા , બગસરા, જાજાસર માળિયા રોડ ને ૧૦૦ કરોડ કરતા વધારે ના ખર્ચે મંજુર કરાવતા હોય તો આ રોડ માં તો એટલો ખર્ચ પણ નથી અને ઘણા લોકોને ઉપયોગી આ રોડ છે. તો તેને શા માટે ? મંજુર કરાવી ને કામ કરાવતા નથી તેવું લોકો કહી રહ્યા છે.


આ વિસ્તાર ના લોકોને ગાંધી ચિંધ્યા માર્ગે અંદોલન કરવું પડે તે પહેલા આ રસ્તો રીપેર કરવા યોગ્ય કરવા માં આવે તેવી લેખીતમાં ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિએશન નાં જનરલ સેક્રેટરી કાંતિલાલ બાવરવા એ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને રજુઆત કરી છે

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img