મોરબી “અકિલા”ના સિનિયર પત્રકાર પ્રવિણ વ્યાસનો આજે જન્મદિવસ

છેલ્લા ત્રણ ત્રણ દાયકાઓથી પત્રકારત્વ ક્ષેત્ર સાથે સતત જોડાયેલા રહી અપૂર્વ લોકચાહના સાથે નીડર, તટસ્ત રહી બેદાગ છબી સાથે પત્રકારત્વધર્મ નિભાવતા અને પત્રકાર આલમ સહિત “દાદા” ના હુલામણા નામથી જાણીતા પ્રવિણ વ્યાસને આજે ૬૪ મું બેસેછે.

પત્રકાર તરીકેની કારકિર્દીના પ્રારંભે રાજકોટ જિલ્લાના તમામ સવાર સાંજના અખબારોમાં માનદ સેવાઓ આપ્યા બાદ તેઓ છેલ્લા અઢી દાયકાથી લોકપ્રિય સાંધ્ય દૈનિક “અકિલા”ના પત્રકાર તરીકે કાર્યરત છે.અને અકિલા પરિવારના સભ્ય છે.

સામાજિક,રાજકીય, ધાર્મિક હોય કે પછી લોકોનો સમસ્યાઓ હોય તમામ સમાચારોને પુરતો ન્યાય આપવા, ક્યારેય ક્યાંય બાંધછોડ ન કરવા માટે જાણીતા પ્રવિણ વ્યાસ તમામ જ્ઞાતિસમાજમાં ખુબ આદરભર્યું સ્થાન ધરાવે છે.

તેઓ સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના, વ્યાસ પ્રગતિ મંડળના તેમજ મોરબી પ્રેસ એસોસિયેશનના પ્રમુખ તરીકે વર્ષો સુધી ઉલ્લેખનીય સેવાઓ આપી ચુક્યા છે.
૬૪ વર્ષનાં પ્રારંભે પણ અડગ ઈરાદાઓ સાથે અડીખમ એવા પ્રવિણ વ્યાસ દોડતા રહી પત્રકારત્વના માધ્યમ થી લોકસમસ્યાઓ ઉજાગર કરવા કટિબદ્ધ છે. દરેક ક્ષેત્રમાં વિશાળ ચાહકવર્ગ ધરાવતા હોવાથી આજે તેમના મો. 9825487412 પર અવિરત અભિનંદન, સુભકામનાઓની વર્ષા થઈ રહી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img